ડગલોનો વાર્ષિક ઉત્સવ-pk davda

Bay Area ની સાંસ્કૃતિક સંસ્થા “ડગલો” (DAGLO- Desi Americans of Gujarati Language Origin) નો વાર્ષિક કાર્યક્રમ શનિવાર તા. ૧૭ મી જૂન, ૨૦૧૭ ના શનિવારે સાંજે જૈન મંદિરના ઓડિટોરિયમમાં પ્રેક્ષકોની વિશાળ હાજરી વચ્ચે ઉજવાયો. કાર્યક્રમમાં મુખ્ય ત્રણ પ્રસ્તુતિઓ રજૂ થઈ. બહેન આંણલ અંજારિયા દ્વારા “મારા રામ તમે સિતાજીની તોલે ન આવો” નૃત્ય નાટિકની રજૂઆતે શ્રોતાઓને સૂર, સંગીત અને નૃત્યની પરાકાષ્ટાથી મંત્રમુગ્ધ કરી દીધા. બીજી પ્રસ્તુતિ “તીન બંદર” માં આંધળા, બહેરા અને મુંગા પાત્રોની અભિનયકળાએ પ્રક્ષકોને ખિલખિલાટ હસાવ્યા. ત્રીજી પ્રસ્તુતિ લોક નાટ્ય કલા “ભવાઈ” હતી. આજના સમયમાં ભાગ્યે જ જોવા મળે એવી આ નાટ્ય કલાની પ્રસ્તુતિ પહેલા, Bay Area ના માનીતા સાહિત્યકાર બહેન જયશ્રી મરચંટે ભવાઈ વિશે પ્રક્ષકોને જાણકારી આપી હતી. રજૂ થયેલી ભવાઈમાં ગાંધીજીના અવસાન પછીની ભારતની રાજકીય પરિસ્થિતિને વણી લેવામાં આવી હતી. પ્રેક્ષકોએ ભવાઈ કલા અને એનું બેકગ્રાઉન્ડ સંગીત માણ્યું હતું. નાટક અને ભવાઈનું દિગદર્શન શ્રી રાજા સોલંકીએ સંભાળ્યું હતું. કાર્યક્રમનું સંચાલન બહેન હેતલ બ્રહ્મભટ્ટે કર્યું હતું. અંતમાં શ્રી સંદીપ શાહે સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથી ડો. પ્રતાપભાઈ પંડ્યા હતા.

Posted in અહેવાલ | Leave a comment

ડગલોમાં બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ

ડગલોમાં બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ

આજે અચાનક કલાપીની પંક્તિ યાદ આવી ગઈ,”કહીં લાખો નિરાસામાં અમર આશા છૂપાઈ છે.”

ભારત છોડ્યું ત્યારે એક નિરાશા હતી કે હું હંમેશ માટે મારી ગુજરાતી સંસ્કૃતિ છોડી, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જઈ રહ્યો છું, પણ આજે બાળકોએ રજૂ કરેલો કાર્યક્રમ જોઈ મારી નિરાશા દૂર થઈ ગઈ છે. આજે મને એ સાચું લાગે છે કે “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.”

અમે નાના હતા ત્યારે અમારામાં સંસ્કાર સિંચનની જવાબદારી કુટુંબ અને શાળા વચ્ચે વહેંચાયલી હતી. કુટુંબમાં તો બાળક ચાલતાં શીખે ત્યાંથી જ શરુઆત થઈ જતી.

પા પા પગલી, નાના ડગલી..

કદી વિચાર્યું છે કે નાના ડગલી શા માટે? એ જમાનામાં સુવાવડ પછી સ્ત્રીઓ સ્વાસથ્ય લાભ માટે પિયરમાં રોકાતી. બાળક ચાલવાનું નાનાની ડગલી પકડીને શીખતો..એટલે નાના ડગલી.

ચાલતાં તો આજે પણ શીખવે છે, પણ એની મોમ શિખવે  છે, “One foot up and one foot down,  and that is the way to the London town.” ચાલવાની શરૂઆત જ લંડન જવાના રસ્તેથી.

પણ આજે મિલપિટાસમાં જોયું કે અહીં બાળકો રાજુનાનાનો ડગલો પકડી આપણી સંસ્કૃતિના માર્ગ પર ચાલતાં શીખે છે.

પાંચ વર્ષની ઉંમરે, અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરવા અમને શાળામાં મૂકવામાં આવતા. વર્ગમાં બધા જ ગુજરાતી બાળકો હતા. અહીં ભાષાના શિક્ષણમાં જ બાળકનું ઘડતર પણ થઈ જતું. ભાષાના શિક્ષણમાં જ શિસ્તનું, ધર્મનું, સમાજનું, પશુ-પક્ષીઓનું, આવી અનેક વસ્તુઓનું શિક્ષણ આડકતરી રીતે આવી જતું. આમા ગુજરાતી ખાન-પાન, ગુજરાતના ઉત્સવો, ગુજરાતીઓના રીવાજો વગેરેની સમજૂતી આવી જતી. થોડાક દાખલા આપું.

ધર્મઃ ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,

     ગુણ તારા નીત ગાઈએ, થાય અમારા કામ.

સંસ્કારઃ કહ્યું કરો મા બાપનું, દયો મોટાને માન,

           ગુરૂને બાપ સમા ગણો, મળસે સારૂં જ્ઞાન.

સારી આદતોઃ  રાતે વહેલા જે સુવે, વહેલા ઊઠે વીર,

                        બળ, બુધ્ધિ, વિદ્યા વધે, સુખમા રહે શરીર.

ખાન-પાન ; આવરે વરસાદ, ઘેવરિયો વરસાદ,

            ઉની ઉની રોટલીને કારેલાનું શાક.

શિસ્તઃ રાત પડી ઘર જા ને બાળક, વઢસે બાપુ તારા,

           રમવા  ટાણું  નથી  હવે આ, ઉગે જો ને તારા.

મા-બાપ પ્રત્યેની નીષ્ઠા ; ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિં,

                          અગણિત છે ઉપકાર એના, એ વાત વિસરશો નહિં.

                           લાખો કમાતા હો ભલે, મા બાપ જે થી ના થર્યા,

                                          એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલસો નહિ

આજે આપણાં બાળકો અહીં અમેરિકન શાળાઓમાં જાય છે. વર્ગમાં દુનિયાના અનેક દેશના અને અનેક સંસ્કૃતિના બાળકો હોય છે. યુરોપના, દક્ષિણ અમેરિકાના, આફ્રીકાના, ચીનના, જાપાનના, કોરિયાના અને બીજા અનેક દેશના બાળકો અને શિક્ષકો સાથે આપણા બાળકો શિક્ષા પ્રાપ્ત કરે છે. શિક્ષણનું ફોકસ પણ બદલાયું છે. આજનું શિક્ષણ Knowledge based  છે. બાળકને શિસ્ત અને હરીફાઈ માટે તૈયાર કરવામાં આવે છે.

આવા સંજોગોમાં બાળકોમાં સંસ્કારના સિંચનની જવાબદારી સંપુર્ણ પ્રમાણમાં મા-બાપ ઉપર આવી પડી છે. પણ આજે મા-બાપને રોજી-રોટી માટે એટલો બધો સમય આપવો પડે છે કે એમની પાસે બાળકોને સંસ્કાર શીખવવાનો સમય નથી. ઘરમાં પણ બાળકો વાતચીતમાં પચાસ ટકાથી વધારે અંગ્રેજી શબ્દો વાપરે છે, કારણ કે એમને પર્યાયરૂપ ગુજરાતી શબ્દો મળતાં નથી. બાળક કોઈ સવાલ પૂછે છે તો એને જવાબ મળે છે, “Beta why don’t you do Google?” આજે બાળકો ચલક ચલાણું રમે છે પણ એ iPhone અને iPad ની મદદથી, એક વેબ સાઈટ ઉપરથી બીજી વેબ સાઈટ ઉપર જાય છે.

આજનો બાળકોનો આ કાર્યક્રમ જોયા પછી લાગ્યું કે આપણી પાસે આનો ઉપાય છે. ડગલોની આ પહેલ ખૂબજ વખાણવા લાયક છે. રાજુભાઈ અને અન્ય સહકાર્યકરો જે કાર્ય કરે છે, મા-બાપ આનું મહત્વ સમજે, અને ડગલોની આ પ્રવૃતિમાં બને એટલો સાથ આપે.

-પી. કે. દાવડા

Posted in અહેવાલ, Uncategorized | Tagged , , , , | 1 ટીકા

આમંત્રણ

આમંત્રણ
daglo-2013

Posted in Uncategorized | Tagged , , , | 4 ટિપ્પણીઓ

diwali2.jpg
સાલમુબારક 
 
મિત્રો દિવાળી અને નવા વર્ષે  હસતા હસાવતા આનંદ કરતા,ગીતો ગાતા ચાલો આપણી ભાષાને જીવંત રાખીએ જેથી 
  

સુખનું તોરણ ઝૂલતું રહે,

 ભાગ્યનું પાનું ખુલતું રહે,
 
ધનનું ભંડાર ભરેલું રહે,
 
દુખ તમારા દ્વાર ને ભૂલતું રહે,
 
સ્વાસ્થ્ય તમારું ખુબજ સારું રહે, 
એજ અમારી આપના માટે દિલ થી શુભેચ્છા.

નવું આવનારું વરસ આપના માટે લાભદાયી રહે એવી શુભેચ્છા……
આપને મંગલમય નવા વરસ ની શુભકામના. 
 
 નૂતન વર્ષના આ નવલા પ્રભાતે ઉત્સાહ અને  ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો.
 
 
આ વર્ષે ડગલો એક અનોખો પ્રોગ્રામ લઈને આવી રહ્યો છે,તો આમંત્રણ જોવાનું ચુકશો નહિ અને જવાબ આપવાનું ભૂલશો નહિ .
 
 
…આપણો  સાથ આમ જ રહે અને તમે કાયમ હસતા રહો તેવી  હાથ જોડી પ્રભુ ને પ્રાર્થના…

 

 
Posted in Uncategorized | Tagged , , , | 1 ટીકા

‘વિશ્વ માતૃભાષા દિવસે’

મિત્રો ,
૨૧મી ફેબ્રુઆરીનો દિવસ પણ આવી પહોંચ્યો !!
આ દિવસ વિશ્વભરમાં માતૃભાષા દિવસ તરીકે હવે ઉજવાઈ રહ્યો છે
તો મીત્રો આજે સંકલ્પ કરીએ કે નવી પેઢી આપણી  ભાષાને સારી રીતે  શીખવાનો પ્રયત્ન  કરશે ,તેઓ ગુજરાતી ભાષા  બોલશે, લખશે, વાંચશે અને સંભાળશે .આપણે સહુ વિદેશમાં રહીને ભાષાને,માતૃભાષા પ્રત્યેના  પ્રેમને જાળવી રાખશું .ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી. ભાષા એક પટારો છે, જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈને રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. આપણો અમૂલ્ય સાહિત્યનો વારસો ભાષાએ સાચવ્યો છે અને ભાષા પછીની પેઢીને એ વારસો ભાષાની સંદૂકમાં સુરક્ષિત સોંપશે. ‘આંતરાષ્ટ્રિય કક્ષાએ ગુજરાતી ભાષાનું ઘણું મહત્વ છે. આજે આપણી ગુજરાતી ભાષા વિશ્વની પ્રથમ ૩૦ ભાષામાં સ્થાન પામે છે. જે આપણા માટે ગૌરવની વાત છે.એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે. પરંતુ  હું તો અને ઉજવણી નો દિવસ કહીશ …વાસ્તવિકતા એ છે કે, વિશ્વનાં દરેક દેશમાં વસેલા ગુજરાતીઓ પોતાની સાથે ગુજરાતી ભાષાનો પણ જાણ્યે-અજાણ્યે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે….ભાઈ આપણાં ડગલાનો નો હેતુ પણ  આપણી માત્રુ ભાષા છે ..આપણે બધા જોડાયા છે આટલે દુર આપણી માતૃ ભાષા ને કારણે જ તો ..કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.અને  એટલે જ.. હા, આજના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

માતૃભાષા વિશે ફક્ત વાતો નહીં પણ નક્કર કામ કરવા ડગલો એક કાર્યક્રમ ટુક સમયમાં લાવી રહ્યો છે .

તો આજના દિવશે  આપ સર્વને ગુજરાતી ભાષાની ગૌરવવંતી વધાઈ .

Posted in Uncategorized | Tagged , , , , , , , | 5 ટિપ્પણીઓ

પ્રેમે આવકારીએ વર્ષ બે હજાર તેર

daglo-music-perpal.jpg
મિત્રો
નવું વર્ષ આજ થી શરુ થાય છે .નવા વર્ષના વધામણાં છે સહુને
નવા વર્ષના દિવસે રિઝોલ્યુશન પાસ કરવાની એક વણલખી પરંપરા છે।નવા વર્ષના જિંદગીમાં કરવા જેવા સંકલ્પો ઘણા હોય છે. ચાલો આજે એક સંકલ્પ કરીએ અને  ડગલો પણ  એક સંકલ્પ કરે  છે કે, હું કરમાઇશ નહીં, હું ખીલેલો રહીશ . માત્ર શ્વાસ ચાલતો હોય એ ખીલવું  નથી, સતત ધબકતા રહેવું એ જીવવું છે.તો મિત્રો આપ બધાના સહકાર થકી ડગલો કયારે પણ નહિ કરમાય અને માતૃ  ભાષાને જીવાડશે। અને ધબકતી રાખશે ..આ નવા વર્ષનો “ડગલાનો” જ નહિ સમગ્ર ગુજરાતી ભાષા ના ચાહકનો સંકલ્પ છે। ઘણું બધું ભૂલી અને ઘણું બધું ભૂસી,નવા સમય નું સ્વાગત કરીએ,કારણ નવું વર્ષ બેસતું નથી નવું વર્ષ ઉગે છે,નવું વર્ષ ખીલે છે અને સંકલ્પ પૂરો થતા મહેકે છે.

પ્રેમે આવકારીએ વર્ષ બે હજાર  તેર
ડગલાના મિત્રો પર વર્ષે અનેરી  મહેર.
એવી જ “ડગલાની” આપ સર્વેને 

નવા વર્ષ ની ખુબ ખુબ શુભ કામનાઓ

Posted in Uncategorized | Tagged , , , , , | Leave a comment

આવનારું વર્ષ સર્વના જીવનમાં સુખ શાંતિ લઈને આવે તેવી શુભેચ્છાઓ સાથે બધાને “દિવાળી મુબારક”

 

Posted in Uncategorized | Tagged , , , , , , , , , , , , , | 1 ટીકા

ડગલાનું ભાવભર્યું આમંત્રણ-

મિત્રો,
નવું વર્ષ ઝગમગતા દીવડા સાથે આવી રહું છે ,તો નવા વર્ષને વધાવવા ડગલાએ  સંગીત સભર સંધ્યાનું આયોજન કર્યું છે .તો મિત્રો  ચાલો દીવડીએ દીપમાળા પ્રગટાવી નવા વર્ષને વધાવીએ .રંગોળીના રંગમાં સપનાઓ સજાવી ભૂતકાળ ભૂલી આગળ વધીએ .ગીત અને સંગીત થી મનને અને હૃદયને ઉલ્લાસ  થી ભરી દઈએ . તો મિત્રો ૯મિ નવેમ્બરની સાંજ ડગલાને નામે જરૂરથી રાખશો.

Posted in Uncategorized | Tagged , , , , , | 5 ટિપ્પણીઓ

શ્રી રાસબિહારી દેસાઇ ને અલવિદા….

 

Posted in Uncategorized | Tagged , , , , | 1 ટીકા

સુરેશભાઈ દલાલ-શ્રધ્ધાંજલી…

Posted in કાર્યક્રમો | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ