કવિ શ્રી સુરેશ દલાલને ને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

– સુરેશ દલાલ

યહી જીવન હૈ! -કવિ શ્રી સુરેશ દલાલ ની રચના

.કોઈકને જીવવા નો થાક લાગે છે,
કોઈકને ધાર્યું નહિ જીવવાનો વસવસો છે,કોઈ ને જીવવાનો નર્યો નશો છે,
કોઈને મરણની સાથે મહોબત થી જાય છે,કોઈક ઉદાસ છે.
કોઈકને જીવવાની ભરપુર પ્યાસ છે.
અને સાવ એકલા હોઈએ ,કે કોઈનો સહેવાસ હોય,
પ્રાસ મળે કે ન મળે,તો પણ
પંક્તિએ પંક્તિએ પ્રગટ તો થવાનું જ છે
ફૂલ ઉગતા પહેલાં ,કદિ વિચાર નથી કરતું,
કે ચૂંટાઈ જઈશ તો શું ?
બજારમાં વેચાઈ જઈશ તો શું ?
વિચાર નથી કરતું એટલે તો
એ ખુલે છે ને ખીલે છે.
ઝાકળ બિંદુને અને આકાશને એ
પોતાની રીતે ઝીલે છે.એકવાર ડાળી પર પ્રગટ્યું,
પછી હવામાં ઝૂલવાનું તો છે.
કાંટાથી ચિરાઈ જાય તો પણ,
સુગંધમાં વીખરવાનું તો છે.
પણ મારે,તમારે અને આપણે,
જીન્દગી જીવવાની છે-સહજપણે ,
ઝાડની જેમ,ફૂલની જેમ,નદીની જેમ,
વહી જતી સદીઓનો સદીની જેમ

કવિ આટલીજ  સહજ પણે જિંદગી જીવી ગયા …કવિ શ્રી ને હ્રદયપૂર્વક ડગલો પરિવાર અને સમગ્ર ગુજરાતી પ્રજા વતી  શ્રધ્ધાંજલી!

Posted in Uncategorized | Tagged , , , , , , , | 7 ટિપ્પણીઓ

અહેવાલ

Thanks

Rajesh Shah,
Press Reporter, Gujarat Samachar, USA, —-બે એરિયા

Cell: (510) 449 8374.

 

 

 

 

 

 

Posted in અહેવાલ | Tagged , , , , | 1 ટીકા

આમંત્રણ

           ડગલો અને ICC સહર્ષ રજુ કરે છે

 

            વિચારક, પ્રખ્યાત લેખક, કલાકાર, કવિ


Most thought-provoking and influential writers in Gujarati literature, Actor, TV Serial director, Artist and poet

 

                   કાજલ ઓઝા-વૈદ્ય


સાથે

 

              “સર્જક સાથે સંવાદ”


  • કાજલબેનની વાતોમાં આજની પેઢીને એક નવી દિશા મળે છે
  • જેમની ટિવી સીરીઅલ – એક  ડાળ  ના  પંખી ના દૂરદર્શન પર ૧૬૦૦ હપ્તા રજુ થયા છે,  પરણ્યા  એટલે  પતિ  ગયા, અપને -પારાયે  (રાજેશ ખાનના ), કોઈ  સપનો  કે  દીપ  જલાયે  and તલાશ

  • જેમના નાટક – ગુરુબ્ર્હામાં , પિતૃદોષ , Doctor   તમે  પણ  “Perfect Husband” ખુબ પ્રખ્યાત છે

  •         જેમની કોલમ – એક   બીજા  ને  ગમત્તા  રહીએ , વહલી મમ્મી   વાહલા  પપ્પા  – સંદેશ , ચિત્રલેખા , આભિયન, દિવ્ય ભાસ્કર માં ખુબ વંચાય છે

 

With her true to life writing, she not only beautifully touches human emotions & relationship issues in her writing but with crisp, sharp bend in pen covers current issues also with equal élan….

 

In a short span of 7 years she has published 45 books which includes gamut of 18 Novels, short stories, translations, essays, plays n collections of poetries along with 4 audio books.

 

She is the first writer to give the audio book to Gujarati literature.

 

શુક્રવારે ૧૫ મી જુન ૨૦૧૨ સાંજે ૭:૦૦ વાગે

 

હોલની capacity limited હોવાથી પહેલા ૧૭૫RSVP જ લેવામાં આવશે


ભારત દેશથી પધારેલા ખાસ મેહમાનના કાર્યક્રમમાં આપથી જે શક્ય હોય તે આર્થિક યોગદાનની અપેક્ષા તો ખરી જ


સ્થળ – Indian Community Center (ICC)
525 Los Coches St.
Milpitas, CA 95035


આપને પ્રેક્ષકો માટે અલ્પાહાર ના દાતા થવું હોય તો email  કરો  : pragnad@gmail.com, Phone – 408-410-2372

 

Do not miss this unique opportunity.

RSVP at earliest to avoid disappointment.

 

કાજલબેન વિષે માહિતી મેળવો તેમની વેબસાઇટ પર – www.kaajalozavaidya.com


glimpse of  of her speech 

http://www.youtube.com/watch?v=tEgPBn_PcDU

http://www.youtube.com/watch?v=UO83Rof6R6I

This is the special for Daglo group

For Tickets call

Jagruti : 510 304 2903
Nilesh : 510 648 0596

Or send email to jagruti@radiozindagi.com

Tickets :
VIP : 75 $s
45$, 35$, 25$

Deal for Daglo group

$ 45 tickets for $ 35
$ 35 tickets for $ 25

When you call please say that they are from Daglo

Posted in કાર્યક્રમો | Tagged , , , , , , | Leave a comment

ફરી પાછી કરાવી ડગલો એ માતૃભાષા સાથે ઓળખાણ

 
 કેલીફોર્નિયા ના બે એરિયા માં ડગલો દ્વારા ગુજરાતી ભાષા ના પ્રસંગો અને ઉજવણી

મારો ભાષા પ્રવાસ
ડગલો દ્વારા પ્રસ્તુત રાષ્ટ્રકવિ શ્રી ઝવેરચંદ મેઘાણી ની રચનાઓ – ગુજરાત દિવસ નિમિતે

મારો જન્મ ગુજરાત રાષ્ટ્ર ના સૌરાષ્ટ્ર જિલા ના ભાણવડ કરીને નાનકડા ગામ માં થયો હતો. મારા બાપુજી હમેશા ભાણવડને દુનિયા ની રાજધાની કહીને લલકારો આપતા અને કાયમ ગુજરાતી સંસ્કૃતિ ને જીવંત રાખવા ની સુચના આપતા. જન્મ પછી તુરંત અમને ઈથેઓપિઆ દેશ ની રાજધાની એડિસ અબાબા માં સ્થાયી થવાનું થયું અને મારું બાળપણ ત્યાં જ વીત્યું. એડિસ માં ગુજરાતી ભાષા ને જીવંત રાખવા માટે ગુજરાતી સમુદાયે ગુજરાતી ભાષાની શાળા શરુ કરેલી અને જિંદગી ના પહેલા દાયકા દરમ્યાન મારું ભણતર ગુજરાતી માં થયું. સાથે સાથે અમે ઇથિઓપિઆ ની ભાષા અમ્હરિક પણ શીખ્યા. ભારત આવ્યા પછી અમને અંગ્રેજી માધ્યમ મા દાખલ કરવામાં આવ્યા ત્યારે મેં માધ્યમ ના બદલવા માટે ખુબ ધમપછાડા કર્યા. મારું પ્રિય ગુજરાતી છોડવાનું દુખ મને અતિશય થયું. પરંતુ થોડા વખત માં મને અંગ્રેજી ભાષા ઉપર પણ ખુબ પ્રેમ જાગ્યો અને પાણી માં માછલી ભળી જાય તેમ મેં અંગ્રેજી ભાષા ને અપનાવી લીધી અને ધીમે ધીમે અંગ્રેજી સાહિત્ય ઉપર મારો પ્રેમ અને મારું વર્ચસ્વ વધવા લાગ્યું. ઇથિઓપિઆ ની અમહારિક ભાષા ભુલાતી ગયી, ભારત ની રાષ્ટ્રભાષા હિન્દી મોઢે ચડતી ગયી, મહારાષ્ટ્ર ની ભાષા મરાઠી અને ફ્રેંચ બોલવાની કોશિશ ચાલુ રહી. માતૃભાષા ગુજરાતી માટે જે પ્રેમ પારકી ભૂમિ માં ગુજરાતી સમુદાય માં સીચાયેલો તે માતૃભુમી માં એટલો જીવંત રહ્યો નહિ. ઘણા વર્ષો પછી વળી પાછી જે પારકી ભૂમિ ને પોતાની કરી એવા અમેરિકા દેશ માં ડગલો એ તે પ્રેમ જાગૃત કરાવ્યો. બે એરીઆ ના ગુજરાતી સમુદાયે પ્રેમ થી સીચેલો ડગલો એટલે ગુજરાતી ભાષા ને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન. આ સરળ વાક્ય એ સ્પષ્ટ દર્શાવતું નથી કે ડગલો ને ઘણા સ્વયંસેવકોએ નિઃસ્વાર્થ ભાવે સેવા આપી પ્રચંડ મહેનત, પ્રયત્ન, પ્રેમ અને લાગણી સાથે સીચેલ છે અને ગુજરાત ને ગૌરવ આપે તેવા કલાકારો ના નિઃસ્વાર્થ ફાળા દ્વારા યોજાયેલ દરેક ડગલો ના કાર્યક્રમો માં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ, ગુજરાતી કવિતા અને ગીતો દ્વારા અને ગદ્ય, અને નિષ્ણાત ભાષ્ય દ્વારા તેમજ ન્રીત્યનાટિકા ના માધ્યમ થી ગુજરાતી સાહિત્ય ને વાચા આપવાની કોશિશ થાય છે. ડગલો સરળ અભિવ્યક્તિ અને ભાષા પ્રશંસા માટે એક મંચ પૂરો પાડે છે. અને બંને ભાષાઓ, અંગ્રેજી અને ગુજરાતી, ઉપલબ્ધ હોવા છતાં, તે અનુભવ નું વર્ણન હું કરી નથી શક્તિ કે જે ભાષા માં તમે પહેલા શબ્દો શીખ્યા અને બોલ્યા, જે ભાષા માં તમે માં ને પ્રેમ થી સંબોધી, જે ભાષા માં તમે પહેલી વખત દુનિયા નો અનુભવ કર્યો, તેને ઘણા વર્ષો પછી વળી સાંભળવાનો નો લહાવો મળે ત્યારે હ્રિદય માં જે અદભૂત રોમાંચ થાય, જયારે કસુંબલ કાવ્યો નો રંગ ચડે, અને જે જલસો પડે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે.  વધારે માહિતી માટે ડગલો નો સંપર્ક સાધો at gujaratidaglo.wordpress.com .

ફરી પાછી કરાવી ડગલો એ માતૃભાષા સાથે ઓળખાણ
માત્ર એક જ હેતુ, ગુજરાતી સાહિત્ય અને કાવ્યો ને માણ
ગુજરાતી બોલ, ગુજરાતી વાંચ, લે ગુજરાતી ભાષા માં ગૌરવ
કમિંગ ને ગોઇંગ ને બદલે, બાળકો ને ક્યારેક ગુજરાતી માં બોલાવ
જે ભાષા માં પહેલી વાર મા સાથે મીઠી મીઠી વાતો કરી,
ભાન્દુડા સાથે લડાઈ કરી, ફરી બોલો તે ભાષામાં જરી
ભલે શીખો અંગ્રેજી ને ફ્રેંચ અને ફરો દેશ દેશાન્તેર
પણ માતૃભાષા ભૂલશો નહિ તે સુચના છે જરૂર

ડગલો ના બધા કાર્યક્રમો અતિ સુંદર રહ્યા છે. હમણા શ્રી ઝવેરચંદ મેઘાણીજી ની પુણ્યતિથિ નિમિતે અને ગુજરાત દિવસ ની ઉજવણી ના પ્રસંગે ડગલો  ના પ્રતિભાશાળી કલાકારો દ્વારા કાવ્યો ની કદી ન વિસરાઈ તેવી રમજત માણી. મેઘાણી ના કાવ્ય ની દરએક પંક્તિ માં એટલો અર્થ ભરેલો છે, એટલી સુંદર લાગણીઓ દર્શાવી છે કે દરેક પંક્તિ કાવ્ય ની બહાર પણ પોતાની મેળે અડીખમ ઉભી રહી શકે છે. આ ખાસ પ્રસંગ ની યાદગીરી રૂપે અહી મેં તેમના ભિન્ન ભિન્ન કાવ્યો માં થી એંક પંક્તિ લઇ ને તેમાં ફક્ત બે ત્રણ શબ્દ બદલી અથવા ઉમેરી ને જે કલાકારોએ એમના કાવ્યો ને વાચા આપી તેમના નામ સાથે ઉમેરીને અહી લખી છે. જે મિત્રો આ પ્રસંગ ચુકી ગયા હોય તેઓ મેઘાણીજી ના આ કાવ્યો ને શોધી ને વાંચશો જરૂર. તેને માણો અને ફક્ત એક પંક્તિ ઉપરથી ઓળખી કાઢો તેમના કાવ્યને અને પછી ઓળખી કાઢો દરેક પંક્તિ માં જે જે નવા શબ્દો બદલાયા છે કે ઉમેરાયા છે તેને.

કર્ય રે વાણીયાણી તારા શબ્દ ના મૂલ
જાવા ધ્યો, સીલીકોન વેલી ના ઠાકોર
મારા કાવ્ય માં તારું થશે ખિસ્સું ડુલ

તમે મારા દેવ ના દીધેલ છો, અમેરિકા માં અમારા માગી લીધેલ છો
મેઘાણીજી તમારા કાવ્યો અમર થઇ ને રો

આભ માંથી ચાંદો રેલે ચાંદની, હે….. પાથરે જાણે કવિતાના ઓછાડ રે
મધરાતે હેતલબેન સંગીત ના સુર છોડતી

માધવીબેન હો! મુને થોડી ઘડી
તારો આપ અષાઢીલો કંઠ

ધીરા વાજે રે મીઠા વાજો,
ડીમ્પલ ભાઇ હો,
તમે ધીરા રે ધીરા ગાજો

હસતે મુખડે અસીમ રાણા
કાવ્ય માં જઈ સમાણા:
સંભળાવ્યા મેઘાણીજી ના ગાણા

Posted in અહેવાલ | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

આમંત્રણ

Posted in કાર્યક્રમો | Tagged , , , , , , , , , , , , | 8 ટિપ્પણીઓ

અહેવાલ

મિત્રો,

આ સાથે ગુજરાત સમાચાર  માં ડગલો ના કવિ-વંદના કાર્યક્રમનો અહેવાલ આપ સૌ ના વાંચવા માટે …..

રાજેશભાઈ ડગલો પરિવાર આપનો આભાર માને છે ..આપની મહેનત ડગલાને   નવું પગલું માંડવા પ્રોત્સાહિત કરે છે ..અને આપ  તો ઘરની વ્યક્તિની જેમ આપનો ઉત્સાહ દેખાડો છો ..જાતે હાજર રહી પ્રોગ્રામ માણી ,કયારેક ભાગ લઈને પ્રોગ્રામને શબ્દો માં મૂકી રજૂ કરો છો ..કયારેક થાય છે આભાર માની આપને અળગા નથી કરવા, તેમ છતા ગુજરાત સમાચારનો આભાર માન્યા વગર નહિ રહું.

Posted in અહેવાલ | Tagged , , , , , | 3 ટિપ્પણીઓ

અહેવાલ

.

મિત્રો,

આ સાથે ગુજરાતી સમાચાર “અકિલા ન્યુઝ” માં ડગલો ના કવિ-વંદના કાર્યક્રમનો અહેવાલ આપ સૌ ના વાંચવા માટે …...

પ્રવીણ કાકા આપના સહકાર માટે ડગલો આભારી છે …
 તેમજ અકિલા નો પણ ડગલો આભાર માને છે …

આવો પત્રકાર અને અખબાર નો સહકાર ડગલાને પ્રોત્શાહન પૂરું પાડે છે .આપણે સહું આપણી ભાષાને પ્રેમ કરીએ છીએ ..એ વાત નક્કી છે .આવોજ સહકાર મળશે તો આનાથી વધુ સારા પ્રોગ્રામ ડગલો લાવી આપણી માતૃભાષાનું ઋણ ચુકશે .


Posted in Uncategorized | Tagged , , , , , | Leave a comment

અભાર સાથે અહેવાલ

On behalf of whole DAGLO we wanted to thank you for your time and contribution
in honoring both legendary poets

ડગલો આપનાં સહકાર માટે અભાર માંગે છે.
-ડગલો પરિવાર –
https://gujaratidaglo.wordpress.com/

Inline image 1

મોડા મોડા પણ ડગલાએ ઉજવી એક યાદગાર અને શાનદાર બે મહાન કવિઓની  જન્મ્શાતાપદી.
૧૬૫ વ્યક્તિઓના RSVP હોવા છતા  ૨૩૫ માણસોથી ડગલા નો પ્રોગ્રામ  પ્રક્ષકો થી છલકાણો.જે પુરવાર  કરે છે કે અમેરિકામાં આજે પણ ગુજરાતીઓ પોતાની
માતૃ ભાષાને પ્રેમ કરે છે ..

બંને મહાન કવિઓના પરિચય પછી એમની રચનાઓની એક પછી એક સુંદર રજૂઆતે લોકોને ઘરે જવાનું ભુલાવી દીધું .
સમયની પાબંધીને  લીધે કાર્યકર્તાઓએ પ્રોગ્રામ સમાપ્ત કરવો પડ્યો ..
એક પૈસાની ટીકીટ લીધા વગર ,ડગલો છેલ્લા ચાર વર્ષથી બે એરિયામાં માતૃભાષાની જાગૃતિ માટે આ નાનકડી સંસ્થા ચલાવે છે .
જેનો ધ્યેય ઉંચો છે …”માત્ર ગુજરાતી માતૃભાષાને જીવંત રાખવી અને પેઢી દર પેઢી ભાષા દ્વારા ગુજરાતની અસ્મિતાને જાળવવી .   જી હા ડગલાનું સ્લોગન છે
“ડગલો એટલે ગુજરાતી ભાષાને સાહિત્ય અને સંગીત દ્વારા જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન ”

જે આજના પ્રોગ્રામમાં ભારો  ભાર નજરે ચડયું ..પરિચય કહો,કવિતા પઠન કે સંગીત ,બધા માં સહિત્ય સાથે મનોરંજન પીરસી પ્રક્ષકોના દિલ જીતી લીધા.

એક ચાર વર્ષની બાળકી થી ચોર્યાસી વર્ષની ઉમરના લોકોએ ભાગ લહી ને
ભાષાનું ઋણ ચુકાવીયું.
જે આવ્યા એણે માણીયું અને જે ન આવ્યા એમણે ચોક્કસ ઘણું ગુમાવીયું.

દરેક વ્યક્તિના સહકાર માટે ડગલો પરિવાર અભાર માને છે
ડગલો પરિવાર
https://gujaratidaglo.wordpress.com/

Posted in અહેવાલ | Tagged , , , , , , , , , , | 4 ટિપ્પણીઓ

શ્રી ઉમાશંકર વિશેષ

કવિશ્રી ઉમાશંકર ગુજરાતમાં ના જન્મ્યા હોત તો આખા વિશ્વે એમની નોંધ સગર્વ લીધી હોત અને એ સમગ્ર વિશ્વના મોખરાના કવિ લેખાયા હોત. ઉમાશંકર સાચા અર્થમાં માનવ નહીં, વિશ્વમાનવ હતા. એમની કવિતાઓ સચરાચર પ્રકૃતિના તમામ ઘટકની વેદના અને સંવેદનાની સંવાહક છે. મનુષ્ય સ્વભાવનો તળસ્પર્શી અભ્યાસ અને પ્રકૃતિના કણ-કણ માટેનો બિનશરતી પ્રેમ એમના સર્જનનો ખરો આત્મા છે.

સાહિત્યના જે આયામને એમની લેખિનીનો પારસ અડ્યો એ સોનું થઈ ગયો. કવિ તરીકે ઉમાશંકર સબળ તો હતા જ, સજાગ પણ હતા. ગુજરાતી કવિતાનું માથું વૈશ્વિક સ્તરે ઊંચું રહે એ માટે ગુજરાતી કવિતાનું ખેડાણ જે ક્ષેત્રમાં ઓછું અથવા નહિવત્ થયું હોય એ ક્ષેત્રમાં પણ એ ઝંપલાવતા. કવિતા, નવલિકા, નાટક, પદ્યનાટક, નિબંધ, આસ્વાદ, વિવેચન, અનુવાદ, પ્રવાસ લેખન, સંશોધન, સંપાદન અને ‘સંસ્કૃતિ’ના તંત્રી. પણ કવિ ઉમાશંકર બધામાં શ્રેષ્ઠ. સાડા પાંચ દાયકાની એમની વિશાળ સર્જનયાત્રા એમની સંનિષ્ઠતા અને સમર્પિતતાની આરસી છે.

પ્રથમ કાવ્ય સંગ્રહ ‘વિશ્વ શાંતિ’ના પહેલા કાવ્યની પહેલી લીટી ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ અને આખરી કાવ્યસંગ્રહ ‘સપ્તપદી’ની આખરી કવિતાની આખરી લીટી ‘ છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ની વચ્ચે એમણે સતત શબ્દને પોંખ્યો છે અને શબ્દે સતત એમને. સર્જક તરીકે એ સતત વિકાસ પામતા રહ્યા. અનુકરણ અને અનુરણનના બે મસમોટાં જોખમોથી એ સદા બચીને ચાલ્યા, બીજાથી તો ખરું જ, પોતાથી પણ. પરિણામે એમની દરેક કવિતામાં આપણને નવા ઉમાશંકર મળ્યા. એમની કવિતા એકાંગી નથી. એ સારાંને પણ સ્વીકારે છે, નરસાંને પણ ભેટે છે. ઉમાશંકરના હૃદયકોશમાં રાત એટલે અંધારું નહીં પણ અજવાળાનો પડછમ. એમની કવિતા ઝેર પચાવીને પણ અમૃતનો ઓડકાર ખાય છે. એમની કવિતા કાળાતીત છે. એ જગત આખાને અઢેલીને બેઠી છે. એમની કવિતામાં વિશ્વ છે અને એમના વિશ્વમાં કવિતા છે.

સૉનેટ, અછાંદસ, છાંદસ, ગીત, ખંડકાવ્ય, પદ્યનાટક, મુક્તક – કવિતાના બધા પ્રકાર એમણે સપૂરતી સમજણ અને સજાગતાથી ખેડ્યા છે.  ગાંધીયુગ અને અનુગાંધીયુગ, પરંપરા અને આધુનિક્તા, વ્યક્તિ અને સમષ્ટિ – એમની કલમ બધાયને સમાનભાવે અડી છે.

– વિવેક મનહર ટેલર

Posted in Uncategorized | 1 ટીકા

ગુજરાતી કવિતાના રવીન્દ્ર શ્રી ઉમાશંકર જોશી

કવિ શ્રી ઉમાશંકર વિશેષ

આપણા આ ગુર્જર ગૌરવ

ગુજરાતી કવિતાના રવીન્દ્ર શ્રી ઉમાશંકર જોશીનું

 વિશેષ વર્ષ ડગલો ઉજવશે…

આપ સહુ ઉમળકા ભેળ પધારશો .

એ પહેલા અમારા પ્રોગ્રામની એક ઝલક

આપને ડગલા પરિવારના સક્રિય ભાઈ રાજુભાઈ સોલંકી ના અવાજમાં

આપની  ની સમક્ષ રજુ કરું છું..

આપ કવિતા નો અનોખો અહેસાસ લેશો .અને .

કવિને અને કવિતાને માણશો….

કવિતા પઠન સાંભળવા અહીં કિલક કરો

 શ્રાવણ હો !


Posted in કાર્યક્રમો | Tagged , , , | 2 ટિપ્પણીઓ