program

ડગલા પરિવારની શ્રી આશિતભાઈ તથા હેમા દેસાઈ એક અનોખી  મુલાકાત
શનિવારે ડગલો ટીમને  જાણીતા કલાકાર  શ્રી આશિતભાઈ તથા હેમા દેસાઈ સાથે અરસપરસ વાતો કરવાનો મોકો મળ્યો .જેમાં ખાસ ડગલાના સક્રિય કાર્યકર્તા તથા  નિજી શ્રોતાઓં સાથે ડગલા નો નાનો કાર્યક્રમ આપવાનું અમે સુચન કર્યું જેથી તેમની નવી રચનાઓં સંભાળવાનો મોકો મળે .
એક  જ રાત આપણી પાસે હતી .

જે તક અમે જડપી લીધી અને તેઓ એ પણ સહર્ષ વધાવી લીધી .
સાથે બે એરિયાના જાણીતા કલાકાર દર્શનાબેન ભૂતા મોટું દિલ રાખીને યજમાન બન્યા .જેના માટે ડગલો એમનો આભારી છે .
અહી ખાસ વાત એ છે કે
શ્રી આશિતભાઈ તથા હેમા દેસાઈ જેવા કલાકાર પાસે કૈક શીખવા મળ્યું .
સંગીતના કલાકાર પાસે સંગીત શીખાય પરન્તું અમારો અનુભવ કૈક અનોખો થયો
.
જેનો ખાસ ઉલ્લેખ એના શબ્દોમાં  કહું તો  કે મેં સમાજ પાસેથી ઘણું મેળવ્યું તો હવે સમાજને  પાછો આપવાનો વારો આવ્યો છે તો જરૂર થી કરશું .

તેઓ ગુજરાતી ભાષા અને સાહિત્ય નો સંગીત દ્વારા પ્રચાર અને પ્રસાર  કરી જ રહ્યા છે પરન્તું હવે તેઓ  તેને જીવંત રાખવા અને પેઢી દરપેઢી વાંચે અને યાદ  તેવા પ્રયત્ન કરી રહ્યા છે. જેના માટે આપણે સહુએ સાકાર આપવો જોઈએ ..
આપણી ભાષા આપણુ ગૌરવ છે. અને આપણું સાહિત્ય આપણી સંસ્કૃતિ .દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે , દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે. આ વાત મેં ઘણા ના મુખે સાંભળી હતી .
એક એવી માન્યતા છે કે ગુજરાતીઓ પોતાની ભાષાને જાળવવા પ્રત્યે ઉદાસીન છે.
હું તો કહું છું કે આ  સૌથી ખોટી  માન્યતા   છે .
પરંતુ આજે  આશિષ ભાઈ અને હેમાબેન દ્વારા જાગૃતિ  જોઈ ત્યારે ગુજરાતીપણા નું ગૌરવ થયું .
અને સંગીત એ કમાવાનું માત્ર માધ્યમ નથી એ વાતની પ્રતીતિ થઇ .

આમ જોવા જેઇએ તો આ માત્ર સંગીત નો જલશો નોહતો કે માત્ર સંગીતના મોટા કલાકારને મળ્યાનો આનંદ નહતો પરન્તું આપણી સંસ્કૃતિ આપણી ભાષા અને અપણા સંગીત ને હૃદય થી પ્રેમ કરનાર બે વ્યક્તિઓની એક અનોખી મુલાકાત હતી .

1 Response to program

 1. Mehboob Desai કહે છે:

  પ્રિય
  ગુજરાતી ભાષાના ચાહકો, ચિંતકો અને ચર્ચકોને ડૉ. મહેબૂબ દેસાઈ, ગુજરાતના અમદાવાદમાંથી આપ સૌને પ્રણામ નમસ્કાર પાઠવે છે. આપ અંત્યન સુંદર અને અર્થપૂર્ણ કાર્ય કરી રહ્યા છો. અમેરિકાની મારી મુલાકાત ૧૦ જુલાઈ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન છે. આપ સૌ ગુજરાતીઓની ધડકનો આપના આ બલોગમાં મહેસુસ થયા છે. એ માટે આપ સૌને અભિનંદન. ઈશ્વરની ઈચ્છા હશે તો મળવાનું થશે.
  આવજો
  પ્રોફે. મહેબૂબ દેસાઈ
  પ્રોફેસર અને અધ્યક્ષ
  ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ
  ગુજરાત વિદ્યાપીઠ
  અમદાવાદ
  મેઈલ : mehboobudesai@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s