ડગલોમાં બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ


ડગલોમાં બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ

આજે અચાનક કલાપીની પંક્તિ યાદ આવી ગઈ,”કહીં લાખો નિરાસામાં અમર આશા છૂપાઈ છે.”

ભારત છોડ્યું ત્યારે એક નિરાશા હતી કે હું હંમેશ માટે મારી ગુજરાતી સંસ્કૃતિ છોડી, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જઈ રહ્યો છું, પણ આજે બાળકોએ રજૂ કરેલો કાર્યક્રમ જોઈ મારી નિરાશા દૂર થઈ ગઈ છે. આજે મને એ સાચું લાગે છે કે “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.”

અમે નાના હતા ત્યારે અમારામાં સંસ્કાર સિંચનની જવાબદારી કુટુંબ અને શાળા વચ્ચે વહેંચાયલી હતી. કુટુંબમાં તો બાળક ચાલતાં શીખે ત્યાંથી જ શરુઆત થઈ જતી.

પા પા પગલી, નાના ડગલી..

કદી વિચાર્યું છે કે નાના ડગલી શા માટે? એ જમાનામાં સુવાવડ પછી સ્ત્રીઓ સ્વાસથ્ય લાભ માટે પિયરમાં રોકાતી. બાળક ચાલવાનું નાનાની ડગલી પકડીને શીખતો..એટલે નાના ડગલી.

ચાલતાં તો આજે પણ શીખવે છે, પણ એની મોમ શિખવે  છે, “One foot up and one foot down,  and that is the way to the London town.” ચાલવાની શરૂઆત જ લંડન જવાના રસ્તેથી.

પણ આજે મિલપિટાસમાં જોયું કે અહીં બાળકો રાજુનાનાનો ડગલો પકડી આપણી સંસ્કૃતિના માર્ગ પર ચાલતાં શીખે છે.

પાંચ વર્ષની ઉંમરે, અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરવા અમને શાળામાં મૂકવામાં આવતા. વર્ગમાં બધા જ ગુજરાતી બાળકો હતા. અહીં ભાષાના શિક્ષણમાં જ બાળકનું ઘડતર પણ થઈ જતું. ભાષાના શિક્ષણમાં જ શિસ્તનું, ધર્મનું, સમાજનું, પશુ-પક્ષીઓનું, આવી અનેક વસ્તુઓનું શિક્ષણ આડકતરી રીતે આવી જતું. આમા ગુજરાતી ખાન-પાન, ગુજરાતના ઉત્સવો, ગુજરાતીઓના રીવાજો વગેરેની સમજૂતી આવી જતી. થોડાક દાખલા આપું.

ધર્મઃ ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,

     ગુણ તારા નીત ગાઈએ, થાય અમારા કામ.

સંસ્કારઃ કહ્યું કરો મા બાપનું, દયો મોટાને માન,

           ગુરૂને બાપ સમા ગણો, મળસે સારૂં જ્ઞાન.

સારી આદતોઃ  રાતે વહેલા જે સુવે, વહેલા ઊઠે વીર,

                        બળ, બુધ્ધિ, વિદ્યા વધે, સુખમા રહે શરીર.

ખાન-પાન ; આવરે વરસાદ, ઘેવરિયો વરસાદ,

            ઉની ઉની રોટલીને કારેલાનું શાક.

શિસ્તઃ રાત પડી ઘર જા ને બાળક, વઢસે બાપુ તારા,

           રમવા  ટાણું  નથી  હવે આ, ઉગે જો ને તારા.

મા-બાપ પ્રત્યેની નીષ્ઠા ; ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિં,

                          અગણિત છે ઉપકાર એના, એ વાત વિસરશો નહિં.

                           લાખો કમાતા હો ભલે, મા બાપ જે થી ના થર્યા,

                                          એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલસો નહિ

આજે આપણાં બાળકો અહીં અમેરિકન શાળાઓમાં જાય છે. વર્ગમાં દુનિયાના અનેક દેશના અને અનેક સંસ્કૃતિના બાળકો હોય છે. યુરોપના, દક્ષિણ અમેરિકાના, આફ્રીકાના, ચીનના, જાપાનના, કોરિયાના અને બીજા અનેક દેશના બાળકો અને શિક્ષકો સાથે આપણા બાળકો શિક્ષા પ્રાપ્ત કરે છે. શિક્ષણનું ફોકસ પણ બદલાયું છે. આજનું શિક્ષણ Knowledge based  છે. બાળકને શિસ્ત અને હરીફાઈ માટે તૈયાર કરવામાં આવે છે.

આવા સંજોગોમાં બાળકોમાં સંસ્કારના સિંચનની જવાબદારી સંપુર્ણ પ્રમાણમાં મા-બાપ ઉપર આવી પડી છે. પણ આજે મા-બાપને રોજી-રોટી માટે એટલો બધો સમય આપવો પડે છે કે એમની પાસે બાળકોને સંસ્કાર શીખવવાનો સમય નથી. ઘરમાં પણ બાળકો વાતચીતમાં પચાસ ટકાથી વધારે અંગ્રેજી શબ્દો વાપરે છે, કારણ કે એમને પર્યાયરૂપ ગુજરાતી શબ્દો મળતાં નથી. બાળક કોઈ સવાલ પૂછે છે તો એને જવાબ મળે છે, “Beta why don’t you do Google?” આજે બાળકો ચલક ચલાણું રમે છે પણ એ iPhone અને iPad ની મદદથી, એક વેબ સાઈટ ઉપરથી બીજી વેબ સાઈટ ઉપર જાય છે.

આજનો બાળકોનો આ કાર્યક્રમ જોયા પછી લાગ્યું કે આપણી પાસે આનો ઉપાય છે. ડગલોની આ પહેલ ખૂબજ વખાણવા લાયક છે. રાજુભાઈ અને અન્ય સહકાર્યકરો જે કાર્ય કરે છે, મા-બાપ આનું મહત્વ સમજે, અને ડગલોની આ પ્રવૃતિમાં બને એટલો સાથ આપે.

-પી. કે. દાવડા

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ http://shabdonusarjan.wordpress.com/ https://gujaratidaglo.wordpress.com/
This entry was posted in અહેવાલ, Uncategorized and tagged , , , , . Bookmark the permalink.

1 Response to ડગલોમાં બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ

 1. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

  આજનો બાળકોનો આ કાર્યક્રમ જોયા પછી લાગ્યું કે આપણી પાસે આનો ઉપાય છે. ડગલોની આ પહેલ ખૂબજ વખાણવા લાયક છે. રાજુભાઈ અને અન્ય સહકાર્યકરો જે કાર્ય કરે છે, મા-બાપ આનું મહત્વ સમજે, અને ડગલોની આ પ્રવૃતિમાં બને એટલો સાથ આપે.

  -પી. કે. દાવડા
  Davdaji….
  Ek saras Vicharo-bharyu Lecture in Gujarati.
  DR/ CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s