કવિ શ્રી સુરેશ દલાલને ને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી


આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

– સુરેશ દલાલ

યહી જીવન હૈ! -કવિ શ્રી સુરેશ દલાલ ની રચના

.કોઈકને જીવવા નો થાક લાગે છે,
કોઈકને ધાર્યું નહિ જીવવાનો વસવસો છે,કોઈ ને જીવવાનો નર્યો નશો છે,
કોઈને મરણની સાથે મહોબત થી જાય છે,કોઈક ઉદાસ છે.
કોઈકને જીવવાની ભરપુર પ્યાસ છે.
અને સાવ એકલા હોઈએ ,કે કોઈનો સહેવાસ હોય,
પ્રાસ મળે કે ન મળે,તો પણ
પંક્તિએ પંક્તિએ પ્રગટ તો થવાનું જ છે
ફૂલ ઉગતા પહેલાં ,કદિ વિચાર નથી કરતું,
કે ચૂંટાઈ જઈશ તો શું ?
બજારમાં વેચાઈ જઈશ તો શું ?
વિચાર નથી કરતું એટલે તો
એ ખુલે છે ને ખીલે છે.
ઝાકળ બિંદુને અને આકાશને એ
પોતાની રીતે ઝીલે છે.એકવાર ડાળી પર પ્રગટ્યું,
પછી હવામાં ઝૂલવાનું તો છે.
કાંટાથી ચિરાઈ જાય તો પણ,
સુગંધમાં વીખરવાનું તો છે.
પણ મારે,તમારે અને આપણે,
જીન્દગી જીવવાની છે-સહજપણે ,
ઝાડની જેમ,ફૂલની જેમ,નદીની જેમ,
વહી જતી સદીઓનો સદીની જેમ

કવિ આટલીજ  સહજ પણે જિંદગી જીવી ગયા …કવિ શ્રી ને હ્રદયપૂર્વક ડગલો પરિવાર અને સમગ્ર ગુજરાતી પ્રજા વતી  શ્રધ્ધાંજલી!

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ http://shabdonusarjan.wordpress.com/ https://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged , , , , , , , . Bookmark the permalink.

7 Responses to કવિ શ્રી સુરેશ દલાલને ને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી

 1. Darshana V. Nadkarni, Ph.D. કહે છે:

  Nice sentiments and beautiful poems Pragnaben. Thank you for sharing.

 2. girdharbhai કહે છે:

  સુરેશભાઈનેડગલો એ અર્પણ કરેલી શ્ર્ધ્ધાંજલી બદ્દલ આભાર. સુરેશ્ભાઈ ની ખોટ સદા રહેશે. ગિરધર ભાઈ

 3. મારી વાંચનની ક્ષિતિજો ને વિસ્તારનાર મારા પ્રિય સુરેશ દલાલ ને , ભાવભીનું આવજો . . .

 4. પિંગબેક: “તરણાની જેમ મને ફૂટે છે ગીત અને ઝરણાંની જેમ જાય વહેતાં.”…સુરેશભાઈ દલાલ | શબ્દોનુંસર્જન

 5. ગુજરાતી સાહિત્યનો એક પત્થર સમાન તારલો ખરી પડ્યો.
  શ્રી સુરેશ દલાલને શ્રદ્ધાંજલિ

 6. કવી શ્રી સુરેશભાઈ દલાલ ને સમ્પુર્ણ આદરપુર્વક શ્રદ્ધાંજલી..

 7. pragnaju કહે છે:

  હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s