સ્વાગત

ડગલો ગ્રુપતમારુ સ્વાગ કરે છે

મિત્રો ડગલો એ શું  છે જાણો છો ?

તો સાંભળો

ડગલો એટલે ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન

અંગ્રેજીમાં કહું. ડગલો એટલે—( DESI  AMERICANS  OF  GUJARATI  LANGUAGE  ORIGIN)

અને કવિતાની ભાષામાં..

અહિ ભાષા કેરો સાદ છે …

સાહિત્યનો  વરસાદ છે .

માતૃભાષા  કરો ઊજાસ છે …..

અહિ ગરબા અને રાસ છે .

પંચમના સૂરમાં

સંગીત અને તાલ છે .

દાદ અને ઉસ્તાદ છે .

મિત્રો આજ આપણો ડગલો છે.

બારગાવે બોલી બદલાય..

અમેરિકામાં રહીએ છીએ ..

પણ……..તોય બધા  ગુજરાતી છે .

બે આરીયાના  લોકોએ  સંગીત અને સાહિત્યના શોખને આગળ ધપાવવા ભેગામળીને ગ્રુપ બનાવ્યું છે  જેનુંનામ છે ડગલો ..કોઈને સંગીત નો શોખ છે તો કોઈને કવિતાનો  ને સાથે માતૃભાષા નો પ્રેમ તો  ખરો જ…..વધારે સારી ભાષામાં કહું તો……

ગુજરાતી ભાષાને ધબકતી રાખવાનો પ્રયાસ-એટલેડગલો -એ સંગીત અને સાહિત્યમાં રુચિ ધરાવતાં સભ્યોનું એક ગૃપ છે.ડગલોના સંગીત અને કાવ્યપઠનના કાર્યક્રમો અત્યારે  પૂરતાં મર્યાદિત છે, અત્યારે ડગલાના સભ્ય તરીકે ગાયકો,ગૃહિણીઓ,વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ, ડૉક્ટર,અકાઉન્ટ્સ, ઇન્જિનીયર વગેરે કાર્યરત છે. .ડગલા નો મુખ્ય ઉદ્દેશ નવા કવિઓ, લેખકો, ગાયકો અને સંગીતકારોને એક પ્લેટફૉર્મ પૂરું પાડવાનો છે.માતૃભાષાની અવિરત સેવા કરવાની ચાહ સાથે જ….

સદા સૌમ્યશી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમાઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
– ઉમાશંકર જોષી

3 Responses to સ્વાગત

  1. pragna કહે છે:

    આપનો પ્રતિભાવ વાંચી ખૂબ જ આનંદ થયો.

  2. સુંદર પ્રયાસ … અને અઢળક શુભેચ્છાઓ.

  3. harshavaidya1952 કહે છે:

    વાહ!બહુ ગમ્યું .સાહિત્ય તો એવો એક ભંડાર છે,
    જેમ સંગીતમાં કોમળ ગાંધાર છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s