આપણી ભાષા આપણુ ગૌરવ

ચાલો પન્ના નાયક શું કહે છે તે જોઈએ

પન્નાબેન ની વાત વિચારવા જવી ખરી ..
અને જે ભાષામાં સપના આવે તે આપણી .માતૃભાષા

 

ગુજરાતી મોરી મોરી રે… માત્ર એવું ગાણું ગાયા કરવાથી કશું ન વળે. જાગ્રત રહીને સૌએ સાથે મળીને એવો માહોલ રચવો પડશે.

જે દિવશે આપણે આપણી ભાષા માટે ગૌરવ અનુભવશું  તે દિવશે ભાષા જીવશે ..જીવાડવી  નહી પડે

Vinod Bhatt on Future of Gujarati

ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી. ભાષા એક પટારો છે, જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈને રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. આપણો અમૂલ્ય સાહિત્યનો વારસો ભાષાએ સાચવ્યો છે અને ભાષા પછીની પેઢીને એ વારસો ભાષાની સંદૂકમાં સુરક્ષિત સોંપશે.

Ashwinee Bhatt

ગુજરાતી ભાષા  જોખમમાં છે .
છાશ ની જગ્યા કોકાકોલા .અને
ગુજરાતીની જગ્યાએ …અંગ્રેજી
સાત્વિક શું એ આપણે વિચારવાનું છે …..

ગુજરાતી ભાષા  નું ભવિષ્ય  .KK

ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે. ભાષા ભૂંસાતી જવાનો ભય બધી ભાષાઓને માથે તલવારની જેમ લટકે છે. યુનેસ્કોનો રિપોર્ટ કહે છે કે 6,700 ભાષાઓ જે અત્યારે બોલાય છે તેમાંથી અડધોઅડધ અદશ્ય થઈ જવાની છે. દર પંદર દિવસે એક ભાષાનું મૃત્યુ થાય છે પણ એ મૃત્યુઘંટ આપણને સંભળાતો નથી.

.અંગ્રેજી મહ્ત્વનુ છે પણ સાથે સાથે માતૃભાષા પણ તેટલી જ મહત્વની છે જેમા શંકાને કોઇ સ્થાન જ નથી. અને આપણી ભાષાને જીવંત રાખવાની જવાબદારી પણ આપણી જ છે જો માત્ર આટલી સમજ બધા ગુજરાતીઓમા આવી જાય તોઆપણી ભાષા આપોઆપ જીવંત રહેશે…

 

માતૃભાષા જો નબળી પડતી હોય તો તેનો પહેલો જવાબદાર તે વાપરતો ગુજરાતી જન છે અને તે સૌ ગુજરાતીને વિનંતી કે લાઇબ્રેરીમાં જાવ અને સારા પુસ્તકો જેવા કે સરસ્વતિચંદ્ર. ગુજરાતનો નાથ કે કલાપીનો કેકારવ કે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલી વાંચો અને મોટા થતા બાળકોને ગુર્જર સંસ્કારની સુંદર વાતો સમજાવો. લોકભાષા નબળી પડે છે કારણ કે ગુજરાતી પ્રજા જેટલી રુપિયા કે ડોલરની ભાષા સારી રીતે સમજી શકે છે તેટલી સારી રીતે જન્મજાત માતૃભાષા સમજવાની તસ્દી લેતી નથી તે કદાચ આપણાં સૌનુ દુર્ભાગ્ય છે.

જે ભાષા આપણો શણગાર બની શકે છે- જે ગર્વથી કહે છે “જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે ગુજરાત ” કહીને ગર્વ લે છે તેમના ગુજરાતમાં જ ગુજરાતી રહેશે કે કેમ નો ભય વ્યક્ત કરે છે.

જે ભાષામાં તમે સ્વપ્ન જોઈ શકો.. જે ભાષામાં તમે મોકળા મને હસી કે રડી શકો તે માતૃભાષાને જાળવો અને માન વધારો.. કમસે કમ તે જ અંગ્રેજો પાસેથી એટલુ તો શીખો કે તેઓ તેમની ભાષામાં આટલા બધા તમારી ભાષાનાં શબ્દો વાપરે છે ખરા? દેશ આઝાદ થયે અર્ધા ઉપર દાયકો ગયો પણ તેમની ભાષાને હજીય જળોની જેમ વળગી રહેલ ગુલામ મનોદશાને ત્યાગો તો ખરા…

વિજય શાહ-

માતૃભાષા આપણી આંખ છે.એને ચશ્માની માફક પહેરવાનું છોડી દ્યો  મિત્રો  ..ભાષાને તો આંજો નયન માં…

હું એ પણ સમજુ છું કે આભનાં પાણી ને ન રોકી શકાય પણ છત્રી આપણે ધરીને વરસાદથી બચી જઇ શકાય. અને પહેલો સુધારો મારી જાત ઉપર જે જોતા મને મારી ભાષામાં ઉચ્ચાર શુધ્ધી અને લખાણમાં શક્ય તેટલી ભાષા શુધ્ધી લાવવા મથીશ અને આપ મારા સૌ વાચકોને પણ તેમ કરવા વિનંતી.

4 Responses to આપણી ભાષા આપણુ ગૌરવ

 1. ભરત ચૌહાણ કહે છે:

  khubaj saras

 2. GUJARATPLUS કહે છે:

  ઉપર ના વિડીઓ માં અંગ્રેજી પર આક્ષેપો છે પણ ગુજરાત માં હિન્દી મીડીયમ ની સ્કૂલો કેમ વધી રહીછે તે બાબતમાં કોઈ વિચારતું નથી.ગુજરાતી બાળકો બીજા રાજ્યો ની જેમ બે જ લીપી માં શિક્ષણ કેમ ન મેળવી શકે?હિન્દી ગુજરાતી લીપીમાં લખી, હિન્દી ભાષીઓને ગુજરાતી લીપીની સરળતા કેમ ન સમજાવી શકાય?ગુજરાતી લીપીમાં એવી શું ખામી છે કે આ શક્ય નથી?
  ગુજરાતે ફક્ત હિન્દી પ્રચાર કેન્દ્રોના પગલે ચાલી ભાષાલીપી ને મજબુત કરવાની જરૂર છે.જો ગુજરાતી ભાષા લીપી મજબુત હશે તો દેવનાગરી લીપીમાં લખાયેલ અન્ય ભાષાઓ જેમ લુપ્ત થઇ રહીછે તેવી પરિસ્થિતિ ગુજરાતી ની નહિ આવે.
  હિન્દી પ્રચાર કેન્દ્રો અને બોલ્લીવૂડ હિન્દી જરૂર શીખવશે પણ આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી ?જે ભાષા વધુ વિશેષ જ્ઞાન અને વ્યવસાય ઉપયોગી હોય તે જાણવી જરૂરી છે.
  આ ઈન્ટરનેટ યુગ માં બધીજ ભારતીય ભાષાઓ અને અંગ્રેજી પણ,ભાષા રૂપાંતર અને અનુવાદ દ્વારા ગુજરાતી લીપીમાં શીખી શકાય તેમ છે.
  saralhindi.wordpress.com
  http://iastphoneticenglishalphabet.wordpress.com/

 3. મહેશ કહે છે:

  આ બધી ખોટી કાગારોળ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s