Gujarat Samachar, USA

Rajesh Shah,
Press Reporter, Gujarat Samachar, USA,
Cell: (510) 449 8374.                                          બે એરિયા, તા. ૧૪

વિશ્વના લગભગ દરેક ભાગમાં વસેલા ગુજરાતીઓ ગુજરાત રાજ્યનો સ્થાપનાદિન દર વર્ષે ભારે ઉત્સાહ ઉમંગથી ઉજવે છે. આ ઉજવણી એક મહોત્સવની રીતે નાના ભૂલકાઓથી માંડીને સિનિયર ભાઈઓ બહેનો એક થઈને અંગત રીતે રસ લઈને ઉજવે છે અને ગુજરાતની અસ્મિતાને જાળવી રાખે છે. વતનથી દૂર થઈ ઘણા દૂરના દેશોમાં જઈને વસેલા ગુજરાતીઓના હૃદયમાં વતનપ્રેમ અને માતૃભૂમિ માટેનું વાત્સલ્ય અને પ્રેમ હજુ અકબંધ જળવાઈ રહ્યો છે તે સર્વે ગુજરાતીઓ અને ઇન્ડિયન અમેરિકનોનો ઉત્સાહ, ઉમંગ અને જુસ્સો જોઈને જણાવી આવે છે અને તે સૌ માટે ગર્વ લેવા જેવી વાત છે

ચાલુ વર્ષે બે એરિયા ગુજરાતી સમાજ અન દેશી અમેરિકન્સ ઓફ ગુજરાતી લેન્ગવેજ ઓરિજીન (ઘછય્ન્ર્ં) ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના સ્થાપનાદિનના ૫૨ વર્ષની ભવ્ય ઉજવણી અંતર્ગત ગુજરાતી ગીતસંગીત સભર પ્રોગ્રામ ‘કસુંબલ ગીતોનો વૈભવ’નું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની રચનાઓને સંગીત સ્વરૃપે માણવા બે એરિયાના ખૂબ જાણીતા કલાકારો શુક્રવાર તા. ૧ જૂન ૨૦૧૨ના રોજ મિલિપિટાસ નગર ખાતેના ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટરના વિશાળ હોલમાં ગુજરાતી ગીતો સુંદર સંગીતના તાલે રજૂ કરશે.   +     + DAGLOના નેજા હેઠળ બે એરિયાના ગુજરાતી ભાષાના સાહિત્યપ્રેમીઓ અને સંગીત રસિકો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંગીતને જીવંત રાખવા ખૂબ સુંદર પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. પ્રગ્નાબેન દાદભાવાલા, સંદિપભાઈ શાહ, મહેન્દ્રભાઈ મહેતા, ડિમ્પલભાઈ પટેલ, રાજુભાઈ સોલંકી, જયશ્રીબેન ભક્તા (પટેલ), નૈમિષભાઈ અનારકટ તથા સંસ્થાના અન્ય સંનિષ્ઠ કાર્યકરો ચાલુ વર્ષે ગુજરાત ડે ની ઉજવણી માટે ‘કસુંબલ ગીતોનો વૈભવ’ ગીત- સંગીત સભર કાર્યક્રમને સફળ બનાવવા ભારે તૈયારીઓ કરી રહ્યા છે.    ગરવી ગુજરાતી માતૃભાષાને જીવંત રાખવા અને પેઢી દર પેઢી ભાષા દ્વારા ગુજરાતની અસ્મિતાને જાળવવી એ સ્લોગન સાથે ‘ડગલો’ સંસ્થા છેલ્લા ૪ વર્ષથી માતૃભાષાની જાગૃતિ આવે તેવા ગીત, સંગીત અને સાહિત્યના સુંદર કાર્યક્રમોનું આયોજન કરતી આવી છે અને બે એરિયાના સાહિત્ય રસિકોએ અને સંગીતપ્રેમીઓએ ભારે આનંદના ઉમળકા સાથે દરેક કાર્યક્રમને મન મૂકીને માણ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે પોતાનો શુભેચ્છા સંદેશ પણ મોકલશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s