પરદેશમાં આપણી ગુજરાતી માતૃભાષા અને સંસ્કૃતિ
જીવંત રહે એ શુભ હેતુથી
‘ડગલો’એ રજૂ કરી મિલપિટાસ, કેલિફોર્નિયામાં ગઝલ, હઝલ, હાસ્ય મહેફિલ..
‘ડગલો’ એટલે ગુજરાતી સાહિત્ય, સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન. છેલ્લા અઢાર મહિનાથી આ નાની સંસ્થા બે એરિયામાં દર ત્રણ મહિને ગુજરાતી ભાષાના ચાહકોને કવિતા, સંગીત, વગેરેનો રસથાળ પીરસે છે.’ડગલો ‘નો હેતુ છેઃ આપણે સાથે મળીને ગુજરાતી ભાષા, સાહિત્ય, કવિતા, અને વાંચનને જીવીએ, માણીએ, રચીએ, અને સાચવીએ.
મિત્રો આપ સર્વેના સહકારથી ડગલો’ સંસ્થાએ મે ૨૧, ૨૦૧૧, શનિવારની સાંજે કેલિફોર્નિયાના મિલપિટાસ નગરમાં શ્રીનાથજી હવેલીમાં ‘શબ્દના રસ્તે…’ નામનો ગઝલ, હઝલ, અને હાસ્યરસનો કાર્યકમ રજૂ કર્યો હતો.એ માટે શ્રીનાથજી હવેલીનો-વૈષ્ણવ પરિવારનો ડગલો આભારી છે .
કવિઓ હતા છેક ભારતથી આવેલા ’શયદા’ પુરસ્કાર સન્માનિત ડો. રઈશ મનીઆર, ડો. વિવેક મનહર ટેલર, અને ન્યુજર્સી સ્થિત મોના નાયક (ઊર્મિ). મૂળ વતન સુરત ..કવિતા ઉપરાંત ખડ ખડ હસાવતા હાસ્યરસની મીઠ્ઠી મહેફિલ આશરે બસો શ્રોતાઓએ ખોબોભરીને માણી..અમેરિકાની વ્યસ્ત જીંદગીમાં લોકો ને મન મૂકીને.. હસવાનો મોકો રઈશભાઈ આપ્યો હતો એમની હાસ્યની રજુઆત અને કવિતા ગળે ઉતરી જાય એવા હતા …. તો.. વિવેકભાઈ ગંભીર કવિ હોવા છતાં પણ હાસ્યમાં કયાંય ઉણા નોહતા ઉતર્યા.હાસ્યને પણ સુંદર રીતે રજૂ કરવામાં અને કવિ તરીકે બંને ડોક્ટરો સંપૂર્ણ સફળ રહ્યાં હતાં.એમના કાવ્યો ની રજુઆતે લોકોની દાદ મેળવી હતી .મોનાબેન ને ગઝલઅને હઝલ વિશે ઘણીજ વિગતવાર વાતો અને સમજ આપેલ અને એમની રજૂઆત સુંદર હતી ..ટુકમાં આવ્યા અણે માણીયું હતું અને જે નોતાં આવ્યા એણે ગુમાવ્યું હતું.પ્રફુલભાઈ પટેલ ના આભારથી આપ આ ફોટો જોઈ શકો છો .સાથે સાથે કાર્યક્રમમાં જાણીતા ગઝલકાર ડો. મહેશ રાવલની એક ઝલક એમના થોડા શેર રજૂ કરી આપી હતી તથા ચંદ્રિકાબહેને એમના કાવ્યનું પઠન કર્યું હતું.એ સાથે બે અરિયા ગુજરાતી સમાજે આપેલો એવોર્ડ સાહિત્યકાર અને પત્રકાર ગીરીશભાઈ પરીખને વિવેકભાઈના હસ્તે ડગલાના પ્રોગ્રામમાં અપાયો હતો ..ડગલો ગુજરાતી સમાજના સહકાર માટે આભારી છે ..મધ્યાનતરમાં દીદી તરફથી આવેલ પાવભાજી સૌએ માણી એક વાત ખાસ કહેવાની રહે છે કે ડગલાના દરેક પ્રોગ્રામમાં દીદી નો સહકાર મળ્યો છે . જેને લીધે ડગલો મહેફિલ સાથે ભોજન પીરસી શકે છે .કોઈએ કહું છે તેમ ચા વગર મહેફિલ અધુરી છે તો મંજુબેન-ઇન્દુભાઇ ની ચા માણી સૌ મેફીલમાં જોડાયી ગયા હતા.. ગુજરાતીઓ આમ તો વ્યાપારી પ્રજા ગણાય એટલે એમની ભાષા માં કહુંતો લોકો પૂરે પુરા પૈસા વસુલ કરીને અંત સુધી બેઠા.. પરન્તું હાસ્યની સાથે સાહિત્ય અને ગુજરાતી ભાષાને માણી કે જે ડગલાનો મુખ્ય હેતુ છે ..સમય કયાં વીતી ગયો ખબર ના પડી .
અંતમાં ખાસ જણાવવાનું કે આ મેહેફીલનું આયોજન કરવા માટે કાર્યક્રમને સફળ બનાવવા માટે ડગલાના સભ્યોએ તો ખુબ જ જહેમત ઉઠા્વી હતી , કવિને આમંત્રણ આપવું,સ્પોન્સર્સ લાવવા , ટીકીટો છપાવવી અને વેચવી ,હોલની વ્યવસ્થા જમવાનાનો પ્રબંધ કરવો ,પ્રચાર માટે પોસ્ટર છાપવા અને એટલું જ નહિ મહેમાનને સાચવવા થી માંડીને દરેક વ્યવસ્થા કુશળતા પૂર્વક સંભાળી હતી.લોકો ડગલાને નાનો સમજતા હતા આજે જાણે મોટો થઇ ગયો.સમજદાર શ્રોતાઓ તરફથી કાર્યક્રમને જબરદસ્ત દાદ મળી હતી અને તેના માટે પ્રક્ષકો પણ અભિનંદનના અધિકારી છે. .આપ સર્વેના સહકારથી ડગલો આન અને શાન થી પણ વધુ પીરસશે… એમાં કોઈ શક નથી . આટલો લાંબો અહેવાલ લખવામાં શક્ય છે કે કોઇનો નામોલ્લેખ રહી ગયો હોય તો એ મારો હકીકત-દોષ સમજી ક્ષમ્ય ગણશો.
બે એરિયાના પત્રકાર પ્રવીણભાઈ દેસાઈ, ગીરીશભાઈ પરીખ તથા રાજેશભાઈ ના પ્રચાર પ્રસારમાં સહકાર માટે ડગલો આભારી છે.
તસ્વીર સૌજન્યઃ પ્રફુલ પટેલ, સનીવેલ, કેલિફોર્નિયા, ફોનઃ 408-720-0044, Cell: 408-244-2422)


