વિશ્વ માતૃભાષા દિવસ

મિત્રો ,
વાહ ભાઈ વાહ …ખુબજ સારા સમાચાર આપ્યા .. અમારા ડગલાના સક્રિય સભ્ય રજુભાઈએ મને યાદ કરાવ્યું કે  આજે  વિશ્વ માતૃભાષા દિવસે  છે યાદ છે  ને ?.  તો મને થયું ચાલો તો ડગલાના મિત્રોને  આ સમાચાર આપી દઈએ.. આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ તો ..વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ ..૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે , દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.  એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે. પરંતુ  હું તો અને ઉજવણી નો દિવસ કહીશ …વાસ્તવિકતા એ છે કે, વિશ્વનાં દરેક દેશમાં વસેલા ગુજરાતીઓ પોતાની સાથે ગુજરાતી ભાષાનો પણ જાણ્યે-અજાણ્યે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે….ભાઈ આપણાં  ડગલાનો હેતુ પણ  આપણી માત્રુ ભાષા છે ..આપણે બધા જોડાયા છે આટલે દુર આપણી માતૃ ભાષા ને કારણે જ તો ..કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.અને  એટલે જ.. હા, આજના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. આપણાં  ગુજરાતી કવિ એ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!! હા મિત્રો તો ચાલો આજના આ શુભ દિને આપણે માતૃભાષાની વંદના કરીએ છીએ,  પરંતુ તેને હવે થોડું વહાલ પણ  કરવાની જરૂર છે ચળવળથી કામ નહીં ચાલે,ચાહના પણ જોઇશે.આપણે પોતે ગુજરાતીને માન આપશું તો આપણી પછીને પેઢી જરૂર થી આપશે .. આપણી ભાષા આપણુ ગૌરવ છે ….ફાધર વોલેસ કહું હતું ને..બીજાનું અપનાવો પણ આપણુ શા માટે છોડો છો ?….ભાષા જાય તો સંસ્કૃતિ જાય …એક એવી માન્યતા છે કે ગુજરાતીઓ પોતાની ભાષાને જાળવવા પ્રત્યે ઉદાસીન છે. હું તો કહું છું કે આ  સૌથી ખોટી  માન્યતા   છે .. તમે આપણાં ડગલાના ચાહકોને જ જુઓંને  ત્રણ મહિના  ન થાય  ત્યાંતો લોકના ઈમૈલ અને ફોન આવા માંડે કે ડગલો ગુજરાતી પ્રોગ્રામ ક્યારે લાવી રહું છે ?? આપણી ભાષાનો પ્રેમ નથી તો શું ..ફરી એકવાર .આજના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! અને મિત્રો ટુક સમયમાં ડગલો  નવો ગુજરાતી પ્રોગ્રામ લઈને આવી રહ્યો છે .. તો ડગલાના બ્લોગ પર  આમત્રણ ની  રાહ જોજો .. ..http://gujaratidaglo.wordpress.com/… ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે. …

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ http://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in આપણી ભાષા આપણુ ગૌરવ and tagged , , , , . Bookmark the permalink.

2 Responses to વિશ્વ માતૃભાષા દિવસ

  1. Rajubhai says:

    માતૃભાષા પ્રત્યે લાગણી રાખનાર લોકો સાથે વાતો

    વિશ્વ માતૃભાષા દિવસે……

    કવિ નર્મદે જેને જય જય ગરવી ગુજરાત કહીને બિરદાવી છે, તો કવિ ખબરદારે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કહી જેના યશોગાન ગાયા છે. જો એવી મીઠી અને દરેકને પોતાની લાગતી એવી ભાષાનો દિવસ એટલે તો એને બિરદાવવી જ પડે.

    બાળકને પોતાની માતૃભાષામાં માના મુખેથી ગવાયેલાં ગીતો બાળકને એક સ્વપ્ન નગરીમાં લઇ જઇને મીઢ્ઢી નિંદર અપાવે છે. અંગ્રેજીનાં આંધળા અનુકરણમાં માતૃભાષાનું પણ પર્યાવરણની જેમ ગ્લોબલ વોર્મિંગ થઇ જાય એ પહેલાં એને બચાવી લેવી જરૂરી છે. એવું જણાવે છે. જ્યોતિન્દ્રભાઇ ભટ્ટ.

    અમદાવાદના ઘણાબધા નાગરિકોએ બાળકોને માતૃભાષા શીખવાડી અને સ્કૂલમાં વિષય તરીકે લેવડાવી. ડેન્ટિસ્ટ ડૉ. રીના તિવારી નો દીકરો આહન ૮મા ધોરણમાં છે. એ કહે છે કે કોર્પોરેટ વર્લ્ડમાં અંગ્રેજી ભાષા આવડવી જરૂરી છે પણ માતૃભાષાની અવગણના કરીને નહીં. બાળકોને પોતાની ભાષા લખતાં, વાંચતાં અને બોલતાં તો આવડવી જ જોઇએ.

    સંગીતના કલાક્ષ્ક્ષેત્રમાં ઘણું જાણીતું નામ એવા અનિકેત ખાંડેકર કહે છે કે મારી માતૃભાષા મરાઠી છે પણ હું તો પૂરો ગુજરાતી જ છું. મારા કલાસમાં પણ હું ગુજરાતી ગઝલો અને રચનાઓ શીખવાડું છું. માતૃભાષાનું સન્માન કરવું એ દરેક નાગરિકની ફરજ છે.

    જાણીતા લેખક ભારતીબહેન કહે છે કે બાળક જન્મે પછી મોટું થાય ત્યારે સૌથી પહેલાં મા શબ્દ બોલતા શીખે છે. માતૃભાષામાં બોલાયેલા શબ્દો બાળકો સહેલાઇથી સમજી શકે છે. ગાંધીબાપુ પણ કહેતા કે માતૃભાષાની અવગણના ન કરો, એનું સન્માન કરો.

    સવિનય,
    રાજુભાઈ
    માતૃભાષાથી વિખુટાં પડેલાં બાળકો માતૃભૂમિથી પણ વિખુટાં પડી જાય છે
    આપણું સુંદર હાસ્ય એ શ્રીહરીકૃપા નું પરિણામ છે માટે હમેશા હસતા રહો.

  2. Govind Patel says:

    ડગલાનાં પગલાં.. (કાવ્ય-ગઝલ)

    ======================================

    ડગલો પડે અનેરા પગલાં પરદેશમાં

    કૈક એ નવીનતા ભર્યું કરે પરદેશમાં

    કયારેક કસુંબલ રંગ રેલાવે

    કરેક સંભારણા લઇ આવે પરદેશમાં

    માતૃભાષા દિન ઉજવણી કરે

    દીપાવલીના દીપ પ્રગટાવે પરદેશમાં

    કયાંક છે ગમતાનો ગુલાલ

    કાવ્ય સર્જકોને પણ વધાવે પરદેશમાં

    મહિલા દિન હોય કે સ્વર્ણિમ ગુજરાત

    હર પ્રસંગોને હૈયે એ ઝુલાવે પરદેશમાં

    મેઘલતા અને પ્રેમલતા લાડકા સૌનાં

    મહિલાઓના મનને જગાડે પરદેશમાં

    ===============================

    સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s